તે ‘બિગ બૉસ 14’ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બની હતી
જાસ્મિન ભસીન
જાસ્મિન ભસીનનું કહેવું છે કે જો તે ફેમને લઈને ટેન્શન લેશે તો પોતાની જાતને ખોઈ બેસશે. તે ‘બિગ બૉસ 14’ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બની હતી. તેના અને અલી ગોનીના સંબંધોને લઈને પણ તે ઘણી ચર્ચામાં રહે છે. આ વિશે વધુ જણાવતાં જાસ્મિને કહ્યું હતું કે ‘જો હું ફેમને લઈને ટેન્શન લઈશ તો હું જવાબદારી અને લોકોની આશાઓને લઈને પોતાની જાતને ખોઈ બેસીશ. હું હંમેશાંથી સ્ટ્રેટફૉર્વર્ડ રહી છું અને મારા કોઈ ફિલ્ટર્સ નથી. મને નથી લાગતું કે મારે ચેન્જ થવું જોઈએ, કારણ કે એના કારણે જ મને મારા ફૅન્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. મારે આ જ રીતે રિયલ અને જવાબદાર વ્યક્તિ બનવું છે. મારે પોતાની જાતને નથી ખોવી.’

