તેનું પોસ્ટમૉર્ટમ ગોવાની મેડિકલ કૉલેજમાં કરવામાં આવ્યું હતું
સોનાલી ફોગાટ
ગોવા પોલીસે સોનાલી ફોગાટના પોસ્ટમૉર્ટમ માટે પૅનલ બનાવવા માટે ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટને કહ્યું છે. હરિયાણાની બીજેપી લીડર અને ‘બિગ બૉસ 14’માં જોવા મળેલી સોનાલી ફોગાટનું ૪૨ વર્ષની ઉંમરે કાર્ડિઍક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. તેનું પોસ્ટમૉર્ટમ ગોવાની મેડિકલ કૉલેજમાં કરવામાં આવ્યું હતું. આ કેસમાં અનનૅચરલ ડેથનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ વિશે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જીવબા દળવીએ કહ્યું હતું કે ‘બુધવારે પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. મંગળવારે નવ વાગ્યે અંજુનાની સેન્ટ ઍન્થની હૉસ્પિટલમાંથી સમાચાર આવ્યા હતા કે સોનાલી ફોગાટને મૃત હાલતમાં લાવવામાં આવ્યાં છે. પહેલી તપાસમાં અમને ખબર પડી હતી કે તેઓ બાવીસ ઑગસ્ટે ગોવા આવ્યાં હતાં. મંગળવારે સવારે તેમની તકલીફ બગડતાં તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. ગોવા મેડિકલ કૉલેજના ડિપાર્ટમેન્ટ ઑફ ફૉરેન્સિક મેડિસિનને તેમણે લેટર લખીને પોસ્ટમૉર્ટમ માટે ડૉક્ટરની એક પૅનલ બનાવવા કહ્યું હતું.’

