કુબૂલ હૈ
ગૌહર ખાન અને ઝૈદ દરબારે એકબીજાને કહ્યું, કુબૂલ હૈ. ગઈ કાલે આ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. ઝૈદ ફેમસ મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારનો દીકરો છે. ગૌહરે આઇવરી કલરનો શરારા અને ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી. ઝૈદે પણ એ જ કલરની શેરવાની પહેરી હતી. મેંદી સેરેમનીના ફોટો પણ ગૌહરે શૅર કર્યા હતા.

