નિધિ અને કરણે ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩માં તેમના ડિવૉર્સ પણ થઈ ગયા હતા
કરણવીર મેહરા અને તેની એક્સ-વાઇફ નિધિ સેઠ
‘ખતરોં કે ખિલાડી 14’માં જોવા મળનાર કરણવીર મેહરા સાથે લગ્ન કરવાને જીવનની સૌથી મોટી ભૂલ માને છે તેની એક્સ-વાઇફ નિધિ સેઠ. નિધિ અને કરણે ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩માં તેમના ડિવૉર્સ પણ થઈ ગયા હતા. ત્યાર બાદ નિધિ તેની ફૅમિલી સાથે બૅન્ગલોર રહેવા જતી રહી હતી. ડિવૉર્સના નવ મહિના બાદ નિધિ રિલેશનશિપમાં છે એવી તેણે જાહેરાત કરી હતી. તેમનાં લગ્ન વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં નિધિએ કહ્યું કે ‘એ મારી લાઇફની ખૂબ મોટી ભૂલ હતી. મને જ્યારે ખબર પડી કે અમારું લગ્નજીવન આગળ નથી વધી રહ્યું ત્યારે મેં અલગ થઈ જવાનો નિર્ણય લઈ લીધો હતો. મારી ફૅમિલી ખૂબ જ સપોર્ટિવ હતી અને લાઇફમાં એ જ વસ્તુ મહત્ત્વની છે.’