‘ધી ફૅમિલી મૅન’માં સાજિદનો રોલ કરનાર શહાબ કહે છે કે આ સિરીઝ પહેલાં હું નાણાકીય કટોકટીમાં હતો
બધો આધાર ‘ધી ફૅમિલી મૅન’ પર!
ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ધી ફૅમિલી મૅન’માં વિલન સાજિદનો રોલ કરનાર ઍક્ટર શહાબ અલી તેના પર્ફોર્મન્સ અને સાઉથ ઍક્ટ્રેસ સામન્થા સાથેની કેમિસ્ટ્રીથી ચર્ચામાં આવ્યો છે. ‘ધી ફૅમિલી મૅન 2’એ શહાબ અલીને પૉપ્યુલરિટી અને ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી બન્ને આપી છે! શહાબ મૂળ દિલ્હીનો છે અને અભિનય-કારકિર્દી માટે મુંબઈ શિફ્ટ થયો હતો, પણ નાણાકીય અગવડને લીધે તેણે પોતાનો ફ્લૅટ ખાલી કરવો પડ્યો હતો. ‘ધી ફૅમિલી મૅન 2’ની સફળતાને લીધે શહાબને પરિસ્થિતિ સુધરવાની આશા જાગી છે.
શહાબ અલી કહે છે, ‘હું હમ્બલ બૅકગ્રાઉન્ડમાંથી આવું છું એટલે ફાઇનૅન્શિયલી બધું અપકમિંગ પ્રોજેક્ટ પર જ નિર્ભર રહે છે. ‘ધી ફૅમિલી મૅન’ની રિલીઝ પહેલાં હું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં હતો. મારે ફ્લૅટ ખાલી કરીને દિલ્હી આવી જવું પડ્યું. હવે જ્યારે ‘ધી ફૅમિલી મૅન’ની બીજી સીઝન આવી ગઈ છે ત્યારે મારી પરિસ્થિતિ સુધરશે એવી મને આશા જન્મી છે.’


