સફળ રિલેશનશિપ માટે લૉજિક લગાવ્યા વગર માફી માગવાની સલાહ આપી છે એજાઝ ખાને
એજાઝ ખાન
એજાઝ ખાનનું કહેવું છે કે સફળ રિલેશનશિપ માટે જેટલુ જલદી બને એટલું સૉરી કહી દેવું. ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં તે પવિત્ર પુનિયા સાથે પ્રેમમાં પડ્યો હતો. તેનું કહેવું છે કે લૉજિકને સાઇડ પર મૂકી માફી માગવી એ જ સફળ રિલેશનશિપ છે. આ વિશે એજાઝ ખાને કહ્યું હતું કે ‘જેમ બને એમ સૉરી કહી દેવું. તમે સાચા હો કે ખોટા એનાથી ફરક નથી પડતો. લૉજિકને ભૂલી જાઓ. કેટલીક વાર એ લૉજિક વિશે નથી હોતું. માફી માગી લેવી અને કહેવું કે બેબી, હવે આ વાત અહીંથી પૂરી કરીએ.’

