સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દેવોલીનાએ લખ્યું
દેવોલીના ભટ્ટાચાર્જી
‘સાથ નિભાના સાથિયા’માં જોવા મળેલી દેવોલીના ભટ્ટાચાર્જીના ફ્રેન્ડ અમરનાથ ઘોષની અમેરિકામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ હત્યાની તપાસની વિનંતી દેવોલીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દેવોલીનાએ લખ્યું કે ‘મારા ફ્રેન્ડ અમરનાથ ઘોષની મંગળવારે સેન્ટ લુઇસ ઍકૅડેમીની નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરિવારમાં તે એક જ હતો. તેની મમ્મીનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયું હતું. તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. તેના અવસાનનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. તેના પરિવારમાં હવે કોઈ બચ્યું નથી જે તેને ન્યાય અપાવવા માટે લડત આપે. તે મૂળ કલકત્તાનો હતો. અદ્ભુત ડાન્સર. પીએચડી કરતો હતો. તે ઈવનિંગ વૉક પર નીકળ્યો હતો અને અચાનક તેના પર કોઈ અજાણી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. યુએસમાં રહેતા તેના કેટલાક ફ્રેન્ડ્સ તેની બૉડીની માગણી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી. ઇન્ડિયન એમ્બેસી, યુએસ તમે કંઈ કરી શકતા હો તો કરો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ઑફ ઇન્ડિયા, અમારે તેની હત્યાનું ખરું કારણ જાણવું છે.’

