સ્ક્રીન પર મહિલાઓનાં પાત્રો ભજવવાં ગમે છે સુનીલ ગ્રોવરને
સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવરને સ્ક્રીન પર મહિલાઓની ભૂમિકા ભજવવી ગમે છે. કૃષ્ણા અભિષેક, ગૌરવ ગેરા અને અલી અસગર પણ લોકોને હસાવવા માટે સ્ક્રીન પર મહિલાઓનાં પાત્રોને ભજવતા જોવા મળ્યા છે. ગુથ્થીની ભૂમિકાએ સુનીલને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી છે. એ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘પુરુષોનાં પાત્ર સાથે જોડાવા કરતાં મહિલાઓનાં કૅરૅક્ટર સાથે કનેક્ટ થવું સહેલું છે. આ જ કારણ છે કે હું ટેલિવિઝન પર મહિલાઓનાં પાત્રો ભજવું છું. મેં મહિલાઓનાં અનેક પાત્રો ભજવ્યાં છે. મને સ્ક્રીન પર મહિલા બનવું પસંદ છે. મારું એવું માનવું છે કે મહિલા કલાકારોએ પણ પુરુષોનાં પાત્ર ભજવવાં જોઈએ. લોકોને જો એમાં મનોરંજન મળતું હોય તો એને ખૂબ સરસ રીતે ભજવતાં રહેવું જોઈએ. મારા માટે સ્ત્રી અને પુરુષનો તફાવત નથી, મારા માટે તો એ એક કૅરૅક્ટર છે. હું મારાં પાત્રોને પ્રેમ કરું છું. એથી મને લાગે છે કે મારે એ પાત્રો વધારે ભજવતાં રહેવુ જોઈએ.’

