હું અનએક્સપ્લોર્ડ ફોક મ્યુઝિક લઈને આવીશ
ભૂમિ ત્રિવેદી
ભૂમિ ત્રિવેદી તેની ગુજરાતની ટીમને રિપ્રેઝન્ટ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. ઝી ટીવી પર આવી રહેલા શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં તે ‘ગુજરાત રૉકર્સ’ ટીમની કૅપ્ટન જોવા મળશે. આ એક અનોખો ટીવી-શો છે. પહેલી વાર એક મ્યુઝિક લીગની શરૂઆત કરવામાં આવી છે જેમાં શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર અને સિદ્ધાંત કપૂરની એક ટીમ હશે. તેમ જ ગોવિંદા અને તેની પત્ની સુનીતાની સાથે રાજકુમાર રાવ અને રિતેશ દેશમુખની પણ એક-એક ટીમ હશે. આમ આ શોમાં ટોટલ છ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દરેક ટીમ ઇન્ડિયાના જુદા-જુદા પાર્ટને રિપ્રેઝન્ટ કરશે. આ દરેક ટીમના દલેર મહેંદી, શાન, અંકિત તિવારી, શિલ્પા રાવ, અસીસ કૌર અને ભૂમિ ત્રિવેદી એમ એક-એક કૅપ્ટન હશે. રિયલિટી સ્ટાર્સ હેમંત બ્રિજવાસી, સલમાન અલી અને જ્યોતિકા તાંગરી જેવા ઘણા સિંગર આ ટીમમાં પાર્ટ લેશે. આ શો અને ગુજરાતી ફોક મ્યુઝિક વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ શોમાં ઘણી ટીમ છે જે જુદા-જુદા રીજનને રિપ્રેઝન્ટ કરશે. હું દિલથી એકદમ ઇન્ડિયન છુ, પરંતુ ગુજરાતમાં મોટી થઈ છું. ગુજરાતને રિપ્રેઝન્ટ કરવાનો મને આ ચાન્સ મળ્યો એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. ગુજરાક રૉકર્સ દ્વારા હું અનએક્સપ્લોર્ડ ફોક મ્યુઝિક છે એને રજૂ કરીશ. આ સાથે જ હું ઘણાં જોનર અને કૉમ્બિનેશનને રજૂ કરીશ. જાવેદ અલીજી અને હેમંત બ્રિજવાસીના અલગ જોનર છે અને તેમની સાથે હું મારા ફોક મ્યુઝિક અને બૉલીવુડમાં મેં જે કામ કર્યું છે એને અલગ રીતે રજૂ કરીશ. મને નથી લાગતું કે આવું પહેલાં ક્યારેય અગાઉ જોવા મળ્યું હોય. ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ ખૂબ જ અદ્ભુત છે.’
ભૂમિએ અગાઉ રૅપ-સૉન્ગ પણ કર્યું હતું અને તે ફરી એના પર હાથ અજમાવતી જોવા મળશે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું એ પણ કરીશ. ફોક અને રૅપ-સૉન્ગ પણ એક જોનર છે. આ સાથે જ ફોક અને ક્લાસિકલ, પ્યૉર ફોક પણ રહેશે. ફોક સૉન્ગનો એક સ્વાદ અમે છેલ્લે સુધી દર્શકોને આપીશું. આ સાથે જ લોકો સુધી અમે પહોંચી શકીશું, જેમણે આવું મ્યુઝિક પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય.’

