Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Dev Joshi: ચંદ્ર પર જશે `ટીવીના બાલવીર`, અંતરિક્ષ માટે આ દિવસે ભરશે ઉડ્ડાણ

Dev Joshi: ચંદ્ર પર જશે `ટીવીના બાલવીર`, અંતરિક્ષ માટે આ દિવસે ભરશે ઉડ્ડાણ

Published : 11 December, 2022 07:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાળકોના મોસ્ટ ફેવરિટ અને ટીવીના મોસ્ટ ફેમસ શૉ બાલવીરના એક્ટર દેવ જોશીને ચંદ્ર પર જવાની તક મળી છે. દેવ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શૅર કરીને પોતે ચાહકોને આ વિશેની માહિતી આપી છે.

દેવ જોશી (ફાઈલ તસવીર)

દેવ જોશી (ફાઈલ તસવીર)


બાળપણથી જ ચંદા મામા એટલે કે ચંદ્ર વિશે બાળકોને ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. ચંદા મામા દરેકના દિલની નજીક છે. પરંતુ જો કોઈને વાસ્તવિક જીવનમાં ચંદ્ર પર જવાનો મોકો મળે છે, તો દુનિયામાં આનાથી શ્રેષ્ઠ કંઈ હોઈ શકે નહીં. તમને ખબર નહીં હોય, પરંતુ ટીવીના (Television) ફેમસ શૉ (Famous Show) બાલવીરના (Baal Veer) એક્ટર દેવ જોશીને (Actor Dev Joshi To go to Moon) ચંદ્ર પર જવાની તક ચોક્કસ મળી છે.


ચંદ્ર પર જશે દેવ જોશી
તમને પણ સાંભળીને વિશ્વાસ નથી થઈ રહ્યો, પણ આ હકિકત છે. બાળકોના મોસ્ટ ફેવરિટ અને ટીવીના મોસ્ટ ફેમસ શૉ બાલવીરના એક્ટર દેવ જોશીને ચંદ્ર પર જવાની તક મળી છે. દેવ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શૅર કરીને પોતે ચાહકોને આ વિશેની માહિતી આપી છે.



હકિકતે, જાપાની બિઝનેસમેન યૂસાકુ માયેઝાવાએ ચંદ્ર પર જવાનો ટ્રિપ પ્લાન બનાવ્યો છે. ચંદ્ર પર ફરવા જનારા લોકોમાં દેવ જોશીનું નામ પણ સામેલ છે. દેવ જોશી ચંદ્ર પર જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આને એક સ્વપ્ન સાકાર થતું હોય તેવું ગણાવ્યું છે. દેવ જોશીને ડિયર મૂન પ્રોજેક્ટના ક્રૂ મેમ્બર હોવાનો ગર્વ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dev Joshi (@devjoshi28)


તેણે લખ્યું  હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ લાગણી બધાથી પર છે. મને #DearMoonના અસાધારણ, અવિશ્વસનીય, અતુલ્ય અને જીવનમાં એક વાર ભાગ લેવા મળનારા આ પ્રૉજેક્ટનો ભાગ બનવા બદલ ગર્વ છે. જીવન હંમેશા મને નવી તકોથી આશ્ચર્યચકિત કરે છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી વાત છે.

દેવ જોશીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ આ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું  તમારા બધા સાથે આ સમાચાર શેર કરતાં ગર્વ અનુભવું છું. આપણે બધા કલાકાર છીએ અને આપણે બધા ચંદ્ર પર જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : Virat Anushka Wedding Anniversary: જ્યારે અનુષ્કાએ વિરાટ વિશે કર્યો આ ખુલાસો...

ડિયર મૂન ક્રૂ મિશન શું છે?
રિપૉર્ટ્સ પ્રમાણે, જાપાનના યાસુકા મીઝાવાએ ડિયર મૂન મિશનની શરૂઆત કરી હતી. તેમણે ચંદ્રની યાત્રા પર જવા ઇચ્છુક લોકો પાસેથી અરજીઓ મંગાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાખો લોકોએ ચંદ્ર પર જવા માટે અરજી કરી હતી. પરંતુ તેમાંથી માત્ર 10 લોકોને જ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેઓ ચંદ્ર પર ફરવા જશે. તેમાંથી એક છે બાલવીર ફેમ અભિનેતા દેવ જોશી.

આ પણ વાંચો : બાયસ્ડ બિગ બૉસને એક્સપોઝ કર્યો અંકિતે

2023માં ચંદ્ર પર જશે પંસદગી પામેલા લોકો
આ તમામ લોકો જેમની પસંદગી કરવામાં આવી છે તે 2023માં ચંદ્ર પર જશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ એક અઠવાડિયાનો રહેશે. આને માટે તમામને મેડિકલ ટેસ્ટ બાદ ફાઈનલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : હિના ખાનનો થિયેટર ડેબ્યુ

કોણ છે દેવ જોશી?
દેવ જોશી તેમના સુપરહીરો ટીવી શૉ બાલવીર માટે જાણીતા છે. તેણે 3 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શૉ કર્યા છે. દેવ જોશીએ ખૂબ જ નાની ઉંમરમાં ઘણું બધું હાંસલ કર્યું છે. પરંતુ તે ચંદ્ર પર જવા માટે સૌથી વધુ ઉત્સાહિત છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2022 07:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK