ઍમેઝૉન પ્રાઇમની સિરીઝમાં અંશુલ ત્રિવેદી જોવા મળશે
ઍમેઝૉન પ્રાઇમની સિરીઝમાં અંશુલ ત્રિવેદી જોવા મળશે
રાઇટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર શૈફાલી ભૂષણની ‘મેન્સ રી’ (Mens REA) નામની સિરીઝનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ‘મૅન્સ રી’ એક લીગલ ટર્મ છે. વ્યક્તિને ગુનાહિત પ્રવૃત્તિ માટે દોરનારા મેન્ટલ એલિમેન્ટને કાયદાકીય ભાષામાં ‘મેન્સ રી’ કહે છે. આ રસપ્રદ સબ્જેક્ટ પર બની રહેલી સિરીઝ ઓટીટી પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થવાની છે, જેમાં શ્રિયા પિળગાવકર (ક્રૅકડાઉન), કુલભૂષણ ખરબંદા (મિર્ઝાપુર), વરુણ મિત્ર (જલેબી), મોહન કપૂર (લંડન કૉન્ફિડેન્શિયલ) અને દિલનાઝ ઈરાની (ટ્વિસ્ટેડ 2) સહિતના કલાકારો જોવા મળશે.
આ તમામ કલાકારો સાથે ‘ઑક્સિજન’ સહિતની ગુજરાતી ફિલ્મ તથા ‘રામ લીલા’ અને ‘રમૈયા વસ્તાવૈયા’ સહિતની હિન્દી અને અઢળક ટીવી-સિરિયલો કરી ચૂકેલા અંશુલ ત્રિવેદી પણ ‘મેન્સ રી’માં જોવા મળશે. સિરીઝ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં અંશુલ ત્રિવેદીએ કહ્યું કે ‘મેન્સ રી’ કોર્ટરૂમ-ડ્રામા છે, જેમાં ૮થી ૧૦ એપિસોડ્સ હશે. દરેક વાર્તા જુદી-જુદી હશે, પરંતુ પ્રોટાગનિસ્ટ સેમ રહેશે. સિરીઝનું શૂટિંગ ગયા વર્ષે કાશ્મીરમાં થઈ રહ્યું હતું, પરંતુ લૉકડાઉનને કારણે એ પોસ્ટપોન થતું ગયું. હાલમં એનું શૂટિંગ તબક્કાવાર ચાલી રહ્યું છે. ‘મેન્સ રી’ એ સિરીઝનું હાલનું ટેન્ટેટિવ ટાઇટલ છે.’


