અનિલ કપૂર કરે છે તૈયારી 24ની નવી સીઝનની
અનિલ કપૂર
અનિલ કપૂર સ્ટારર કલર્સ ચૅનલ પર આવતી ઍક્શન-ક્રાઇમ સિરિયલ ‘24’ની નવી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ ૨૦૧૩માં પહેલી સીઝન અને ૨૦૧૬માં સેકન્ડ સીઝન ઑનઍર થઈ હતી. ત્રીજી સીઝનનું પ્લાનિંગ ગયા વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હતું પણ કોવિડ અને એને લીધે આવેલી મહામારીના પગલે દેશમાં લૉકડાઉન આવતાં ‘24’ની ત્રીજી સીઝનનું કામ આગળ વધ્યું નહીં, જે હવે વધવા જઈ રહ્યું છે. આ સીઝનમાં પણ લીડ સ્ટાર અનિલ કપૂર જ રહેશે. ‘24’માં અનિલ કપૂર જયસિંહ રાઠોડનું કૅરૅક્ટર કરે છે જે ફૅમિલી અને દેશ એમ બન્ને પ્રત્યેની પોતાની ફરજને ધ્યાનમાં રાખીને આગળ વધે છે. ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનનો ફિયાસ્કો થતાં કલર્સ ચૅનલને નવી ઊંચાઈએ લઈ જવાનું કામ હવે ‘24’ના શિરે આવશે. રિયલિટી શો નહીં ચાલતાં ચૅનલે પ્રોડક્શન હાઉસને ‘24’ની તૈયારીઓ ચાલુ કરાવી દીધી છે.
‘24’ આ જ નામના અમેરિકન ટીવી-શો ‘24’ પર આધારિત છે જે હીરોના એક દિવસની સફર હોય છે. ચોવીસ કલાકની વાર્તા ચોવીસ એપિસોડમાં પૂરી થાય છે.

