શું તમને મહિલાની જેમ તૈયાર થવા સિવાય કંઈ પણ નથી આવડતું? મારા દીકરાના આ પ્રશ્નએ મને અંદરથી હલબલાવી મૂક્યો. જેના પછી મેં તે રોલ કરવાની ના પાડી દીધી.
તસવીર સૌજન્ય મિડ-ડે
અલી અસગરને (Ali Asgar) ધ કપિલ શર્મા શૉમાં (The Kapil Sharma Show) દાદીના રોલમાં ઘણી પૉપ્યુલારિટી (Popularity) મળી હતી. જો કે, તેમનું કહેવું છે કે આ રોલ કર્યા પછી પરિવારમાં તેમને ક્યારેય માન મળ્યું નથી. અલીએ જણાવ્યું કે એક દિવસ મારા દીકરાએ મને કહ્યું કે શું તમને મહિલાની જેમ તૈયાર થવા સિવાય કંઈ પણ નથી આવડતું? મારા દીકરાના આ પ્રશ્નએ મને અંદરથી હલબલાવી મૂક્યો. જેના પછી મેં તે રોલ કરવાની ના પાડી દીધી.
કપિલ શર્મા શૉમાં દાદીનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અલી અસગરે જણાવ્યું કે ક્યારે પણ તેમને આ પાત્રને કારણે ક્યારેય પરિવામાં માન મળ્યું નથી. ફેમસ ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જાનાં મંચ પર ફેમિલી એપિસોડમાં અલીના પરફૉર્મન્સ પછી તેમના બાળકોનો વીડિયો પ્લે કરવામાં આવ્યો. વીડિયોમાં અલીની દીકરીએ કહ્યું કે, "સ્કૂલમાં બધા અમને ચીડવતા હતા કે તમારી બે મા છે, દાદીનો દીકરો, દાદીની દીકરી કહ્યા કરતા હતા, અમારા પિતાએ પોતાનો મજાક બનાવડાવીને લોકોને હસાવવાનો પ્રયત્ન કર્યો છે, વી લવ યુ ડેડ જેને સાંભળીને અલી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે."
ADVERTISEMENT
આ પહેલા એક ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું હતું કે એક દિવસે હું અને મારો આખો પરિવાર જમી રહ્યા હતા ત્યારે ટીવી પર એક જાહેરાત આવવા માંડી જેમાં જણાવવામાં આવ્યું કે અલી એક અન્ય એક્ટર સાથે કામ કરી રહ્યા છે, જ્યાં અલી વહુનો રોલ ભજવશે અને તે એક્ટર પોલીસનો. જેને જોઈને મારા દીકરાએ મારી તરફ જોયું અને કહ્યું કે તમને બીજું કંઈ નથી આવડતું કે?
આ પણ વાંચો : સૌને હસાવનાર સુનીલને હાર્ટ-અટૅક કઈ રીતે આવી શકે : અલી અસગર
જ્યારે મેં તેમને પૂછ્યું કે કેમ? શું થયું? ત્યારે તેમણે જણાવ્યું કે સ્કૂલમાં બધા તેમને ચીડવે છે, મેં તેમની વાતોને વણસાંભળી કરી અને બીજા દિવસે રવિવારે શૉનો એક એપિસોડ ટેલીકાસ્ટ થયો જેમાં હું ફરી મહિલાના રોલમાં દેખાયો જેને જોઈને મારો દીકરો ત્યાંથી ઊઠીને ચાલ્યો હયો, જેના પછી મને લાગ્યું કે મારે જીવનમાં હવેથી આ પ્રકારના રોલ ન કરવા જોઈએ. મેં આગામી 9 મહિના સુધી એક પણ કામ ન કર્યું કારણકે તે દરમિયાન મને માત્ર એવા રોલ ઑફર થતા હતા.

