અભિમન્યુનું પાત્ર હર્ષદ ચોપડા અને અક્ષરાનું પાત્ર પ્રણાલી રાઠોડ ભજવી રહ્યાં છે
પ્રણાલી રાઠોડ
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં હવે નવો વળાંક આવી રહ્યો છે. આ શોમાં હવે અક્ષરા અને અભિમન્યુ બાળકની કસ્ટડી માટે ફાઇટ કરતાં જોવા મળશે. અભિમન્યુનું પાત્ર હર્ષદ ચોપડા અને અક્ષરાનું પાત્ર પ્રણાલી રાઠોડ ભજવી રહ્યાં છે. હાલમાં અભિરની રિયલ આઇડેન્ટિટી બહાર આવતાં મંજરી તેના ગ્રૅન્ડસનને બિરલા મૅન્શનમાં રાખવા માગે છે. આથી અક્ષરા અને અભિમન્યુ હવે અભિરની કસ્ટડી માટે ફાઇટ કરતાં જોવા મળશે. આ વિશે અક્ષરાનું પાત્ર ભજવતાં પ્રણાલીએ કહ્યું કે ‘અક્ષરા તેના પાત્રની જર્નીમાં હંમેશાં મુશ્કેલીઓમાંથી પસાર થતી આવી છે. તે હંમેશાં તેની ફૅમિલી માટે ફાઇટ કરતી આવી છે, પરંતુ આ વખતે તેણે તેના દીકરા અભિર માટે ફાઇટ કરવાની છે. હવે અક્ષરા માટે આ ફાઇટ થોડી મુશ્કેલ થવાની છે. અક્ષરા આ વખતે હાર માને એવી નથી, કારણ કે તેના દીકરાની વાત છે. મને ખાતરી છે કે અક્ષરા હવે દરેક મુશ્કેલીનો સામનો કરશે. તે ફીનિક્સની જેમ હંમેશાં ઝીરોમાંથી ફરી ઊભી થાય છે. તે તેના દીકરાને મેળવીને જ રહેશે.’

