તે રિકવર કરી રહી છે
દેબિના બૉનરજી
દેબિના બૉનરજીને ઇન્ફ્લુએન્ઝા B વાઇરસનું નિદાન થયુ છે. દેબિના અને ગુરમીત ચૌધરીને લિઆના અને દિવિશા નામની બે દીકરીઓ છે. દેબિના અને ગુરમીતનાં લગ્ન ૨૦૧૧ની ૧૫ ફેબ્રુઆરીએ થયાં હતાં. તેમની બીજી દીકરી દિવિશાનો જન્મ ગયા વર્ષે ૧૧ નવેમ્બરે થયો હતો. તે પ્રીમૅચ્યોર હતી. હવે દેબિનાને ઇન્ફ્લુએન્ઝા B વાઇરસની અસર થતાં પોતાની બાળકીઓની સલામતી ખાતર તે તેમનાથી દૂર રહે છે. દેબિનાના સ્પોક્સ પર્સને માહિતી આપી છે કે દેબિનાની થોડા દિવસોથી તબિયત સ્વસ્થ નહોતી. તે સાવચેતી રાખી રહી હતી, પરંતુ આરામ ન મળતાં તેણે ટેસ્ટ કરાવી તો તેને ઇન્ફ્લુએન્ઝા B વાઇરસ ડિટેક્ટ થયો છે. તે રિકવર કરી રહી છે. પોતાનો મેડિકલ રિપોર્ટ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દેબિનાએ કૅપ્શન આપી હતી, ‘મને ઇન્ફ્લુએન્ઝા B વાઇરસ ડિટેક્ટ થયો છે. આરામ કરો મમ્મા. મારાં બાળકોથી દૂર રહું છું. માતૃત્વ સરળ નથી. તાવ અને ઉધરસનાં લક્ષણો છે.’

