કાન ફિલ્મ ફેસ્ટિવલની ૭૬મી એડિશનની ઓપનિંગ નાઇટમાં આ ફિલ્મને પ્રીમિયર કરવામાં આવશે
જૉની ડેપ
ફ્રેન્ચ ફિલ્મમેકરની હિસ્ટોરિકલ ડ્રામા ‘જીન દ બૅરી’માં જૉની ડેપ ત્રણ વર્ષ બાદ જોવા મળ્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલની ૭૬મી એડિશનની ઓપનિંગ નાઇટમાં આ ફિલ્મને પ્રીમિયર કરવામાં આવશે. જૉની ડેપ તેની એક્સ-વાઇફ ઍમ્બર હર્ડ સાથેના લાંબા કોર્ટ કેસ બાદ હવે ત્રણ વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તે ફ્રેન્ચ કિંગ લુઇ પંદરમાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી તેની અને તેની પ્રેમિકાની સ્ટોરીની આસપાસ ફરે છે. તે ખૂબ જ અનપૉપ્યુલર કિંગ રહ્યો હતો અને તેના પર કરપ્શનનો પણ આરોપ લાગ્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે જૉની ડેપને ફ્રેન્ચ બોલતાં પણ નહોતું આવડતું અને તે સેટ પર શીખ્યો હતો. જોકે આ ફિલ્મમાં તે કેવું ફ્રેન્ચ બોલ્યો છે એ જોવું રહ્યું.