તે હવે કહી રહ્યો છે કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી તેને ખૂબ જ ડર લાગે છે.
ટૉમ હોલૅન્ડ
ટૉમ હોલૅન્ડનું કહેવું છે કે હૉલીવુડ તેના માટે નથી. તેણે હાલમાં જ તેના આલ્કોહૉલના પ્રૉબ્લેમ વિશે વાત કરી હતી. તે હવે કહી રહ્યો છે કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી તેને ખૂબ જ ડર લાગે છે. આ વિશે વાત કરતાં ટૉમ હોલૅન્ડે કહ્યું કે ‘ફિલ્મ મેકિંગનો હું ખૂબ જ મોટો ફૅન છું, પરંતુ મને હૉલીવુડ પસંદ નથી. એ મારા માટે નથી. આ બિઝનેસ મને ખરેખર ડરાવી નાખે છે. મને ખબર છે કે હું આ બિઝનેસનો જ પાર્ટ છું અને એની સાથે મારું જેટલું ઇન્ટરેક્શન છે એને હું એન્જૉય પણ કરું છું. જોકે એમ છતાં હું બને એટલો એ લાઇફથી દૂર થવાની કોશિશ કરું છું. શક્ય હોય એટલી નૉર્મલ લાઇફ જીવવાનો હું પ્રયત્ન કરું છું. મારું એટલું કહેવું છે કે પોતાની જાતને ન ખોવી જોઈએ. મારા કરતાં પહેલાં ઘણા લોકો આવ્યા છે અને તેઓ પોતાની જાતને ખોઈ બેઠા છે. હું જે લોકો સાથે મોટો થયો હતો તેઓ આજે મારા ફ્રેન્ડ્સ નથી રહ્યા, કારણ કે તેઓ આ બિઝનેસમાં પોતાની જાતને ખોઈ બેઠા છે.’


