ફિલ્મ ૪ નવેમ્બરે થશે રિલીઝ
‘ચબૂતરો’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
એક તરફ બૉલિવૂડની ફિલ્મોને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ ઢોલીવૂડની એક પછી એક ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થઈ રહી છે. રોનક કામદાર (Raunaqk Kamdar) અને અંજલી બારોટ (Anjali Barot) અભિનિત ફિલ્મ ‘ચબૂતરો’ (Chabutro)નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે. ફિલ્મ ચાર નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અહીં જુઓ ફિલ્મનું પોસ્ટર :
ADVERTISEMENT
View this post on Instagram
‘ચબૂતરો’ના પોસ્ટરમાં રોનક કામદાર અને અંજલી બારોટની કૅમેસ્ટ્રી બહુ જ ક્યૂટ લાગે છે. ફિલ્મમાં રોનક એક એનઆરઆઈનું પાત્ર ભજવતો જોવા મળશે. જ્યારે અંજલી મદાવાદની આર્કિટેક્ચરની વિદ્યાર્થી છે. તે સિવાય પોસ્ટરમાં એક શ્વાન દર્શાવવામાં આવ્યો છે. જે મહત્વની ભૂમિકામાં હશે તેવું લાગી રહ્યું છે.
આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ચાણક્ય પટેલનું છે. તેમજ પ્રસ્તુતકર્તા નેહા રાજોરા છે.
તમને જણાવી દઈએ કે, ‘Scam 1992’ ફૅમ અંજલી બારોટની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ગત વર્ષે ફિલ્મનું શૂટિંગ શરુ થયું હતું ત્યારે અંજલી બારોટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલી ગુજરાતી ફિલ્મ માટે તે બહુ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં તે એકદમ જુદા પાત્રમાં જોવા મળશે. સાથે જ ફિલ્મમાં એક ગરબો છે, જે દર્શકોને ખુબ ગમશે.
અંજલી બારોટે પણ આ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે "ભલે તમે ગમે તેટલી મોટી ઉડાન ભરો, તમે હંમેશા પાછા વળી જ શકો છો."
View this post on Instagram
આ પણ વાંચો - મારા ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘ભગવાન બચાવે’ માટે હું બહુ જ એક્સાઇટેડ છું : જીનલ બેલાણી
ફિલ્મ ‘ચબૂતરો’ ચાર નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.