નવરાત્રિ પર પાર્થ ભરત ઠક્કર લઈને આવી રહ્યા છે 'ટીચકી'...
નવરાત્રિ પર પાર્થ ભરત ઠક્કર લઈને આવી રહ્યા છે ટીચકી...
આ નવરાત્રિ થઈ જાવ તૈયાર ટીચકીની ધૂન પર નાચવા માટે. નવલાં નોરતાં પહેલા ખાસ ગીત લઈને આવી રહ્યા છે પાર્થ ભરત ઠક્કર. સિંગર કંપોઝર પાર્થ ભરત ઠક્કરનું નવું સિંગલ ટીચકી રિલીઝ થવા માટે તૈયાર છે.
'ટીચકી'નો મતલબ થાય છે દાંડિયાનો અવાજ. નવરાત્રિ સ્પેશિયલ આ સોંગને નિરેન ભટ્ટે લખ્યું છે. પ્રોડક્શન અને કંપોઝિશન પાર્થ ભરત ઠક્કરે કર્યું છે. જ્યારે ગીતમાં અવાજ પાર્થ ઠક્કર, ભૂમિ ત્રિવેદી,સિદ્ધાર્થ ભાવસાર અને આદિત્ય ગઢવીએ આપ્યો છે. ગીત નવરાત્રિના બે દિવસ પહેલા રીલિઝ કરવામાં આવશે.
ADVERTISEMENT
ટીચકી એક લવ સોંગ જેવો ગરબો છે. જેમાં ઘણા ફન એલિમેન્ટ છે, પરંતુ તેમાં પરંપરાગત ગરબાની ફ્લેવર છે. નવરાત્રિ પર આ સોંગ ચોક્કસથી હિટ થશે. થોડા સમય પહેલા ગણેશ ચતુર્થી પર પણ પાર્થ ઠક્કરે ખાસ ગીત મોરયા રીલિઝ કર્યું હતું.
આ પણ જુઓઃ પાર્થ ઠક્કરઃ10 વર્ષની ઉંમરથી જ બની ગયા હતા પ્રોફેશનલ કમ્પોઝર
પાર્થે 15 ઓગસ્ટે એ મેરે દેશ ગીત રિલીઝ કર્યા બાદ દેશની તમામ ભાષામાં ગીત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પહેલા પાર્થ મરાઠી ફિલ્મોમાં મ્યુઝિક પણ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

