‘મારા પપ્પા સુપરહીરો’ ફિલ્મને ‘સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં મળ્યાં બે એવૉર્ડ
‘મારા પપ્પા સુપરહીરો’નું પોસ્ટર (ડાબે) અને અભિનેતા અભિનય બેન્કર (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- ‘મારા પપ્પા સુપરહીરો’ બની ‘બેસ્ટ ફૅમેલી ફિલ્મ’
- અભિનય બેન્કરને મળ્યો ‘બેસ્ટ લિડિંગ એક્ટર’નો એવૉર્ડ
- ‘મારા પપ્પા સુપરહીરો’ ૧૯ જાન્યુઆરીએ થશે થિયેટરમાં રિલીઝ
ગુજરાતી ફિલ્મો (Gujarati Films)માં દિવસે-દિવસે નવીનતા જોવા મળી રહી છે. હૉલિવૂડ (Hollywood) અને બૉલિવૂડ (Bollywood)ની જેમ જ ઢોલિવૂડ (Dhollywood)ની ફિલ્મોમાં પણ નવીનતા જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં જ ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ (Mara Papa Superhero)નું ટ્રેલર લૉન્ચ થયું હતું. ટ્રેલર જોઈને જ લોકો ફિલ્મ માટે બહુ ઉત્સાહિ છે. ત્યાં જ ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’એ આંતરાષ્ટ્રિય સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતી ફિલ્મે વિદેશમાં ડંકો વગાડ્યો છે. ‘સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (San Diego International Kids Film Festival)માં ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’એ બે એવૉર્ડ મેળવ્યા છે.
રામ મોરી (Raam Mori) લિખિત અને દર્શન અશ્ચિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi) દિગ્દર્શિત ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’માં અભિનય બેન્કર (Abhinay Banker), શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar) અને ભવ્યા શિરોહી (Bhavya Sirohi) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું છે. હવે ફિલ્મ આંતરરાષ્ટ્રિય મંચ પર ગાજી છે. ‘સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’એ બે એવૉર્ડ મેળવ્યા છે. ફિલ્મને ‘બેસ્ટ ફૅમેલી ફિલ્મ’ (Best Family Film) અને અભિનય બેન્કરને ‘બેસ્ટ લિડિંગ એક્ટર’નો એવૉર્ડ (Best Leading Actor)નો એવૉર્ડ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
‘સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ને મળેલા એવૉર્ડની જાહેરાત કરતા અભિનેતા અભિનય બેન્કરે સોશ્યલ મીડિયા (Social Media) પર પોસ્ટ શૅર કરી છે. જેના કૅપ્શનમાં અભિનયે લખ્યું છે કે, ‘ગ્રેટિટ્યુડ. સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘બેસ્ટ ફૅમેલી ફિલ્મ’ના બિરુદથી અમને સન્માનિત કરવા આભાર. સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નહીં પણ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતીને ‘મારા પપ્પા સુપરહીરો’એ વિજય મેળવ્યો હોવાની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે! ફિલ્મમાં સ્પોટલાઇટ શૅર કરતા અભિનેતા અભિનય બેન્કરને ‘બેસ્ટ લિડિંગ એક્ટર’ના એવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ૧૯મી જાન્યુઆરીએ આ જાદુના સાક્ષી બનવા માટે તારીખ નોંધી લેજો, ‘મારા પપ્પા સુપરહીરો’ની ફ્લાઇટ થિયેટરમાં પહોંચશે.’
View this post on Instagram
‘મારા પપ્પા સુપરહીરો’ ફિલ્મ ૧૯ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મનું લેખન રામ મોરીનું છે. દિગ્દર્શન દર્શન અશ્ચિન ત્રિવેદીએ કર્યું છે. અભિનય બેન્કર, શ્રદ્ધા ડાંગર અને ભવ્યા શિરોહીની સાથે ફિલ્મમાં ભરત ઠક્કર (Bharat Thakkar), ભુષણ ભટ્ટ (Bhushan Bhatt), પ્રિયંકા રાજા (Priyanka Raja), જાનુષી ઓઝા (Jaanushi Oza), રેવન્તા સારાભાઇ (Revanta Sarabhai), હિતેશ અરવિંદપ્રસાદ ઠાકર અને (Hitesh Arvindprasad Thaker) છે. ફિલ્મને પ્રોડ્યુસ તેજસ્વી વિદ્યુત બુચ (Tejasvi Vidyut Buch), મિલાપસિંહ જાડેજા (Milapsinh Jadeja) અને યુ.ટી. રાવ (U.T. Rao)એ કરી છે.