Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ નવરાત્રિમાં ગૂંજશે ઈશાની દવેનું ઘોર અંધારી

આ નવરાત્રિમાં ગૂંજશે ઈશાની દવેનું ઘોર અંધારી

Published : 11 October, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતી સંગીતજગતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે સમકાલીન ગુજરાતી સંગીતનાં અગ્રણી સ્વરોમાં સ્થાન ધરાવે છે.

‘ઘોર અંધારી’ ગીત ઝી મ્યુઝિક ગુજરાતી પર રજૂ કરવામાં આવ્યું છે

‘ઘોર અંધારી’ ગીત ઝી મ્યુઝિક ગુજરાતી પર રજૂ કરવામાં આવ્યું છે


આ નવરાત્રિએ ઝી મ્યુઝિક કંપનીનું ગુજરાતી સંગીતને સમર્પિત પ્લૅટફૉર્મ ઝી મ્યુઝિક ગુજરાતી ‘ઘોર અંધારી’ નામનું ભાવસભર ભક્તિગીત લઈને આવ્યું છે. ‘ઘોર અંધારી’ ગીત ઝી મ્યુઝિક ગુજરાતી પર રજૂ કરવામાં આવ્યું છે અને તમામ મુખ્ય મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર સાંભળવા માટે ઉપલબ્ધ છે. જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના સ્વરમાં રજૂ થયેલું આ ગરબા ગીત અંબે માને સમર્પિત છે. મૌલિક મહેતાએ આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે પ્રતીક આહિરે એના શબ્દો લખ્યા છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતની સંવેદના, ગરબાના ઉત્સાહપૂર્ણ તાલ અને ઈશાનીના પ્રભાવશાળી સ્વરનો આ ગીતમાં સુમેળ સાધવામાં આવ્યો છે.
શ્રદ્ધા, આશા અને ભક્તિની લાગણીઓથી ભરપૂર ‘ઘોર અંધારી’ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરે છે. સાથે જ, ગરબાને આ તહેવારનો અભિન્ન હિસ્સો બનાવતી ઉત્સવની ઊર્જા પણ જાળવી રાખે છે.
ગુજરાતી સંગીતજગતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે સમકાલીન ગુજરાતી સંગીતનાં અગ્રણી સ્વરોમાં સ્થાન ધરાવે છે. તે પોતાના પિતાના સંગીતના વારસાને આગળ વધારવાની સાથે પરંપરાગત સંગીતને નવી પેઢીના શ્રોતાઓ સુધી પહોંચાડી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK