Nasoor Trailer: એક સફળ બિઝનેસમેનની એવી વાર્તા, જેમાં તેની પાસે પૈસા, પાવર અને સુખી પરિવાર હોવા છતાં તે મોતને વ્હાલું કરવાના પ્રયાસોમાં છે.
નાસૂર પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની સફળ જિદંગીના અનેક પાંસાઓ જોવા મળશે
- ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક નવતર વિષય સાથે ફિલ્મનું ટ્રેલર અદ્ભુત છે
- હિતુ કનોડિયા અને નિલમ પંચાલ સહિતના કલાકારોને અભિનય જોવા જેવો
Nasoor Trailer: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારના નવા વિષયો સાથે ફિલ્મ્સ આવી રહી છે. એક પછી એક ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ મલ્હાર ઠાકરની "લગન સ્પેશિયલ" રિલીઝ થઈ છે. એવામાં હવે "નાસૂર" ફિલ્મ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. હિતુ કનોડિયા અને નિલમ પંચાલ સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર આજે લૉન્ચ થયું છે. સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર (Nasoor Trailer) રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.



