છેલ્લા બે દિવસથી ફિલ્મફેર એવોર્ડ 2024 ખુબ જ ચર્ચામાં છે. એમાંય ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બૉલિવૂડનો ફેમસ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતની મોટી મોટી હસ્તીઓનો જમાવડો ગિફ્ટ સીટી ખાતે જોવા મળ્યો હતો. ત્યારે આ તકે ઢોલીવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતાં. મલ્હારથી લઈ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ સહિતના કલાકારોએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી.
29 January, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent