અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ અટલ સેતુ પર મુસાફરી કરતી વખતે મુંબઈમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી. ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલની પ્રશંસા કરતા રશ્મિકાએ કહ્યું કે નવી મુંબઈથી મુંબઈ સુધીની બે કલાકની મુસાફરી 20 મિનિટમાં કરી શકાય છે. અભિનેત્રીએ તમામ નાગરિકોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી. "હવે આપણે મુંબઈથી નવી મુંબઈ સરળતાથી મુસાફરી કરી શકીએ છીએ.કોણે વિચાર્યું હશે કે આવું કંઈક શક્ય હશે. ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે . હવે આપણને કોઈ રોકી શકશે નહીં..." રશ્મિકાએ કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ જાન્યુઆરીના રોજ નવી મુંબઈ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રને સમર્પિત રૂ. ૧૨,૭૦૦ કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો . પ્રધાનમંત્રીએ નવી મુંબઈમાં ૧૭,૮૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

















