મહિનાઓની લાંબી અફવાઓ પછી, અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા રાઘવ ચઢ્ઢાએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. પરિણીતી અને રાઘવે 13 મેના રોજ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં સગાઈ કરી હતી. સગાઈનો સમારોહ દિલ્હીના કનોટ પ્લેસના `કપૂરથલા હાઉસ`માં યોજાયો હતો.














