આમિર ખાન અને કિરણ રાવે મુંબઈમાં સ્ટાર સ્ટડેડ `લાપતા લેડીઝ` ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં સની દેઓલ, કરણ જોહર, કોંકણા સેન શર્મા, અમોલ પરાશર, અલી ફઝલ, રાધિકા આપ્ટે, વિધુ વિનોદ ચોપરા, સયાની ગુપ્તા અને અન્યોએ હાજરી આપી હતી. આમિરની દીકરી ઈરા ખાન તેના પતિ નુપુર શિખરે સાથે પણ ફિલ્મ સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી.