નુસરત ભરુચા યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી પરત ફર્યા બાદ 8મી ઓક્ટોબરે મુંબઈ પહોંચી હતી. નુસરત હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલમાં હતી. હમાસના ચાલુ હુમલા વચ્ચે દૂતાવાસ તરફથી મદદ અને સહાયતા મેળવ્યા પછી, નુસરતને અબુ ધાબી થઈને કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા ભારત પરત ફરવાનો રસ્તો મળ્યો.














