તેમણે સ્કૂલમાં જે અનુશાસન હતું એની પ્રશંસા કરી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઝીનત અમાન સોશ્યલ મીડિયામાં ખાસ્સાં ઍક્ટિવ રહે છે. તેઓ જૂની ફિલ્મોને અને કલાકારોને યાદ કરતાં રહે છે તથા સાથે જ યુવાઓને સલાહ પણ આપે છે. હવે તેમને સ્કૂલના દિવસો યાદ આવી ગયા છે. તેમણે સ્કૂલમાં જે અનુશાસન હતું એની પ્રશંસા કરી છે. સાથે જ તેઓ હૉકી રમતાં હતાં અને મહાબળેશ્વરમાં જ્યારે તેમની ટ્રિપ ગઈ હતી ત્યારે સ્ટ્રૉબેરી ચૂંટી હતી એ તેમને યાદ આવી ગયું હતું. હવે સ્કૂલગર્લ જેવો લુક અપનાવીને એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝીનત અમાને કૅપ્શન આપી છે, ‘મારા સ્કૂલના ફ્રેન્ડ્સ કેટલાક ભારતના હતા તો કેટલાક ઑસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટથી આવ્યા હતા. હવે તેમની સાથે સંપર્ક નથી રહ્યો. વિવિધતાથી ભરેલા એ લોકોએ મને મતભેદનું સન્માન કરતાં અને સમાનતા વિશે ઘણુંબધું શીખવાડ્યું હતું એથી હું અહીં મારા 70+ના સ્કૂલગર્લના ડ્રેસમાં તૈયાર થઈ છું. તમે પણ તમારી બોર્ડિંગની યાદોને ફરીથી તાજી કરો.’

