‘પઠાનની સ્ટોરીના ક્લાઇમૅક્સથી ટાઇગર 3ની સ્ટોરીની શરૂઆત થશે?
શાહરૂખ ખાનનો પઠાન લૂક (ફાઈલ તસવીર)
શાહરુખ ખાનની ‘પઠાન’ની સ્ટોરીનો જ્યાં અંત થશે ત્યાંથી સલમાન ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ‘પઠાન’ અને ‘ટાઇગર 3’ એકબીજા સાથે કનેક્ટેડ છે. ‘પઠાન’માં શાહરુખ અને સલમાનના કોલૅબરેશનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સલમાને મુંબઈમાં ‘પઠાન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સલમાનનો ટાઇગરનો જે રોલ છે એ અગત્યની ભૂમિકા ભજવશે. એથી એમ કહી શકાય કે શાહરુખના ક્લાઇમૅક્સ દ્વારા સલમાનની ટાઇગરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આ જ કારણ છે કે બન્ને ફિલ્મોની ટીમ એકબીજા સાથે સહયોગ સાધી રહી છે. સાથે જ સેટ પણ એવી રીતે જ બનાવવામાં આવ્યો છે કે એનો ઉપયોગ ‘ટાઇગર ૩’માં પણ કરવામાં આવશે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી ‘પઠાન’માં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ, જૉન એબ્રાહમ અને ડિમ્પલ કાપડિયા જોવા મળશે તો સલમાનની ‘ટાઇગર 3’માં કૅટરિના કૈફ અને ઇમરાન હાશમી લીડ રોલમાં દેખાશે.

