રાકેશ રોશને કહ્યું કે ‘હૃતિક જ્યારે કૉલેજમાં હતો ત્યારે મેં તેને બે ઑપ્શન આપ્યા હતા. પહેલો, તે વધુ અભ્યાસ માટે વિદેશ જાય અને બીજો, ફિલ્મમાં આવવું હોય તો તેણે મારી સાથે મારા અસિસ્ટન્ટ તરીકે કામ કરવું પડશે.
હ્રિતિક રોશન
હૃતિક રોશને ફિલ્મમાં એન્ટ્રી કરી એ પહેલાં તેના પિતા રાકેશ રોશને તેને બે ઑપ્શન આપ્યા હતા. હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. એ પહેલાં તેણે તેના પિતા સાથે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ વિશે વાત કરતાં રાકેશ રોશને કહ્યું કે ‘હૃતિક જ્યારે કૉલેજમાં હતો ત્યારે મેં તેને બે ઑપ્શન આપ્યા હતા. પહેલો, તે વધુ અભ્યાસ માટે વિદેશ જાય અને બીજો, ફિલ્મમાં આવવું હોય તો તેણે મારી સાથે મારા અસિસ્ટન્ટ તરીકે કામ કરવું પડશે. આ નિર્ણય સંપૂર્ણ રીતે હૃતિક પર છોડવામાં આવ્યો હતો. તેણે ફિલ્મોમાં મારા અસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. મેં મારા શરૂઆતના દિવસોમાં જે સ્ટ્રગલ કરી હતી એને તે પણ જુએ અને અનુભવે એ મારો ઉદ્દેશ હતો, એથી મેં તેને આ ઑફર આપી હતી.’