શાહરુખ ખાન સાથે ‘જવાન’ બનાવનાર તામિલ ડિરેક્ટર ઍટલી કુમારે વિશ્વાસ અપાવ્યો છે કે તે હવે ‘જવાન’ કરતાં પણ ધમાકેદાર ફિલ્મ લઈને આવશે.
એટલી
શાહરુખ ખાન સાથે ‘જવાન’ બનાવનાર તામિલ ડિરેક્ટર ઍટલી કુમારે વિશ્વાસ અપાવ્યો છે કે તે હવે ‘જવાન’ કરતાં પણ ધમાકેદાર ફિલ્મ લઈને આવશે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘જવાન’માં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, પ્રિયામણિ, રિદ્ધિ ડોગરા અને યોગી બાબુ જોવા મળ્યાં હતાં. શાહરુખ સાથે કામ કરવાની તક મળી એથી ભગવાનનો આભાર માનતાં ઍટલીએ કહ્યું કે ‘મને તેમની બધી ફિલ્મો ગમે છે જેમ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી તો અનેક છે. વિશ્વ માટે તેઓ ભારતીય સિનેમાનો ચહેરો છે. એથી શાહરુખ સર સાથે કામ કરવાની તક મળવી એ મારા માટે સપનું પૂરું થવા સમાન છે. સદ્નસીબે મારી પાંચમી ફિલ્મમાં જ તેમની સાથે મેં કામ કર્યું. ભગવાન ખૂબ દયાળુ છે.’
શાહરુખ સાથે ફરીથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં ઍટલીએ કહ્યું કે ‘ચોક્કસ, હું ‘જવાન’થી પણ વધારે સારો વિષય લઈશ અને તેમની પાસે જઈશ. તેમને સ્ટોરી નરેટ કરીશ. જો તેમને ગમશે તો અમે ફરીથી સાથે કામ કરીશું. હું જાણું છું કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે. તેઓ અનોખા છે. મારી લાઇફમાં મળેલા લોકોમાં તેઓ બેસ્ટ છે. થૅન્ક યુ શાહરુખ સર. હું તમારી પાસે આવીશ જ્યારે મને ‘જવાન’ કરતાં પણ સારો વિષય મળશે.’

