Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્ક ફૅશન વીકમાં ભૂમિ પેડણેકરે બતાવ્યો અનોખો અંદાજ

ન્યુ યૉર્ક ફૅશન વીકમાં ભૂમિ પેડણેકરે બતાવ્યો અનોખો અંદાજ

Published : 19 September, 2026 03:33 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેહંગાના ઘેરદાર વેલ્વેટ સ્કર્ટ પર ચમકદાર શણગાર અને બારીક સિલ્વર એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી. સમગ્ર લેહંગા પર ફૂલ અને પરંપરાગત મોટિફ્સ જોવા મળ્યાં હતાં, જેના કારણે આ પોશાકને ભવ્ય અને ફેસ્ટિવલ લુક મળ્યો હતો.

ન્યુ યૉર્ક ફૅશન વીકમાં ભૂમિ પેડણેકરે બતાવ્યો અનોખો અંદાજ

ન્યુ યૉર્ક ફૅશન વીકમાં ભૂમિ પેડણેકરે બતાવ્યો અનોખો અંદાજ

ભૂમિ પેડણેકરે હાલમાં ન્યુ યૉર્કમાં ફેશન વીકમાં શોસ્ટૉપર તરીકે રન-વે પર વૉક કરી હતી. તેણે સુંદર લાલ વેલ્વેટનો લેહંગો પહેર્યો હતો, જેને બેલુર મઠ લેહંગા નામ આપવામાં આવ્યું છે. આ ડિઝાઇન બેલુર મઠના શ્રી રામકૃષ્ણ મંદિરથી પ્રેરિત છે અને વિવિધતામાં સુંદરતા શોધવાની તેની ફિલસૂફીને દર્શાવે છે.
ડિઝાઇનરના જણાવ્યા અનુસાર આ મંદિર ‘સાર્વત્રિક આસ્થા’ના વિચારનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની સ્થાપત્ય શૈલીમાં હિન્દુ મંદિરો, મસ્જિદો અને ચર્ચ સાથે સંકળાયેલા વિવિધ પ્રભાવોને એક જ સ્થાપત્ય અભિવ્યક્તિમાં રજૂ કરવામાં આવ્યા છે.
લેહંગાના ઘેરદાર વેલ્વેટ સ્કર્ટ પર ચમકદાર શણગાર અને બારીક સિલ્વર એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી. સમગ્ર લેહંગા પર ફૂલ અને પરંપરાગત મોટિફ્સ જોવા મળ્યાં હતાં, જેના કારણે આ પોશાકને ભવ્ય અને ફેસ્ટિવલ લુક મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 03:33 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK