વિરુષ્કાએ દીકરીનું રાખ્યું આ નામ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી માહિતી
ફાઇલ ફોટો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાની દીકરીના નામની જાહેરાત કરી દીધી છે. અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ દ્વારા પોતાની દીકરીનું નામ જણાવ્યું છે. કોહલી અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ કોહલી અને અનુષ્કા જાન્યુઆરીમાં માતા-પિતા બન્યાં.
વામિકાનો અર્થ દુર્ગા થાય છે. નોંધનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ જે તસવીર શૅર કરી છે તેમાં વિરુષ્કા દીકરી વામિકાને હેતથી જોઇ રહ્યા છે અને અનુષ્કાના હાથમાં તેમની દીકરી છે. જો કે, તસવીરમાં દીકરીનો ચહેરો દેખાતો નથી. આ પોસ્ટ શૅર કરવાની સાથે જ અનુષ્કાએ દીકરીનું નામ અને તેની માટે સુંદર મેસેજ પણ લખ્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, "અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ ક્ષણભરમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થનાઓ, શુભેચ્છાઓ તેમજ પોઝિટિવ એનર્જી માટે તમારા બધાંનો આભાર."
ADVERTISEMENT
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે દીકરીના જન્મના 10 દિવસ પછી વિરુષ્કા ક્લિનિક જતી વખતે સ્પૉટ કરવામાં આવ્યા હતા. દરમિયાન વિરાટ કોહલીએ બ્લેક આઉટફિટ તેમજ અનુષ્કાએ ડેનિમ કૅરી કર્યું હતું.

