મા આનંદ શીલાએ ઍક્ટરની મૅરિડ લાઇફ વિશે ખુલાસો કરતાં કહ્યું, "‘વિનોદ ખન્નાના લગ્નજીવનમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો અને ગીતાંજલિ ખન્ના સાથેનાં તેમનાં લગ્ન તૂટવાની અણી પર હતાં. એ સમયે વિનોદ ખન્ના દારૂ પીવાની લત સામે પણ લડી રહ્યા હતા."
મા આનંદ શીલા અને વિનોદ ખન્નાનો પરિવાર
વિનોદ ખન્ના જ્યારે પોતાની કરીઅરની પીક પર હતા ત્યારે સંન્યાસી બની ગયા હતા. તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા અને ત્યાં ઓશોના શિષ્ય બનીને રહેવા લાગ્યા હતા. વિનોદ ખન્ના ઓશોના આશ્રમમાં લગભગ પાંચ વર્ષ સુધી રહ્યા હતા. મા આનંદ શીલા એ સમયે ઓશો સાથે કામ કરતાં હતાં. હવે તેમણે એક ઇન્ટરવ્યુમાં વિનોદ ખન્નાના ઓશો-આશ્રમના દિવસો વિશે વાત કરી છે. તેમણે આ ઇન્ટરવ્યુમાં વિનોદ ખન્નાના લગ્નજીવન વિશે ચોંકાવનારી વાત કરી છે.
મા આનંદ શીલાએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘વિનોદ ખન્નાના લગ્નજીવનમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો અને ગીતાંજલિ ખન્ના સાથેનાં તેમનાં લગ્ન તૂટવાની અણી પર હતાં. એ સમયે વિનોદ ખન્ના દારૂ પીવાની લત સામે પણ લડી રહ્યા હતા. તેઓ મોટા સ્ટાર હતા, પણ મારા માટે તેઓ એક સંન્યાસી જ હતા. એ સમયે ઘરમાં તેમની પાસે ઘણું બધું હતું, પણ તેઓ ખુશ નહોતા અને બહુ દારૂ પીતા હતા. એ સમયે તેમની સ્થિતિ બહુ ખરાબ હતી. દુનિયામાં ઘણા લોકો લગ્નજીવનની સમસ્યાઓ સામે લડી રહ્યા હોય છે અને એ તમને બનાવી કે બગાડી શકે છે.’

