Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સળંગ ૧૮ મહિના મહાવતાર માટે ફાળવશે વિકી કૌશલ

સળંગ ૧૮ મહિના મહાવતાર માટે ફાળવશે વિકી કૌશલ

Published : 01 May, 2026 01:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા ૬ મહિના પોતાની કાયાપલટ કરવા પાછળ વાપરશે, પછી શૂટિંગ શરૂ કરશે...

સળંગ ૧૮ મહિના મહાવતાર માટે ફાળવશે વિકી કૌશલ

સળંગ ૧૮ મહિના મહાવતાર માટે ફાળવશે વિકી કૌશલ


છેલ્લા ઘણા સમયથી વિકી કૌશલ ‘લવ ઍન્ડ વૉર’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે પોતાના બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપી શક્યો નહોતો. હવે જ્યારે ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે વિકીએ પોતાની આગામી ફિલ્મ ‘મહાવતાર’ને સમયસર પૂર્ણ કરવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે. વિકીએ પોતાની આ ફિલ્મ માટે આશરે ૧૮ મહિનાનો સળંગ સમય ફાળવી દીધો છે અને આ દરમ્યાન તે કોઈ નવી ફિલ્મ સાઇન નહીં કરે. ‘મહાવતાર’ની વાર્તા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામ પર આધારિત છે. આ મહત્ત્વપૂર્ણ પાત્ર વિકી કૌશલ ભજવશે.

વિકી કૌશલ ‘મહાવતાર’ માટેના પ્રથમ ૬ મહિનાનો સમય પોતાના ટ્રાન્સફૉર્મેશન પાછળ પસાર કરશે. તે પોતાના લુક મુજબ શરીર અને વ્યક્તિત્વમાં ફેરફાર કરશે અને ત્યાર બાદ જ શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે અને ડિસેમ્બરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK