ઊર્મિલાએ 3 કરોડની ઑફિસ ખરીદતાં તેની નિંદા કરતાં કંગનાએ કહ્યું...
ઊર્મિલા માતોન્ડકર
ઊર્મિલા માતોન્ડકરે 3 કરોડની ઑફિસ ખરીદતાં કંગના રનોટે તેના પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યુ છે કે બીજેપીને ખુશ કરવાના પ્રયાસમાં તેના પર 25-30 કેસ કરવામાં આવ્યા છે. ઊર્મિલા હાલમાં જ કૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને શિવસેનામાં સામેલ થઈ છે. થોડા સમય પહેલાં પણ ઊર્મિલા અને કંગના વચ્ચે શબ્દોનું યુદ્ધ થયું હતું. હવે ફરીથી તેમની વચ્ચે જંગ શરૂ થવાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે. ઊર્મિલાની નિંદા કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ઊર્મિલા માતોન્ડકરજી, મેં જાતમહેનતથી જે ઘર બનાવ્યું એને પણ કૉન્ગ્રેસ તોડી રહી છે. ખરેખર બીજેપીને ખુશ કરવાથી મારે હાથ તો 25-30 કેસ જ લાગ્યા છે. કાશ, હું પણ તમારા જેવી જ સમજદાર હોત તો કૉન્ગ્રેસને ખુશ કરત, હું પણ કેટલી પાગલ છુંને?’

