તે વેબ શો ‘અસુર’માં પણ જોવા મળી હતી
‘લકડબગ્ઘા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે રિદ્ધિ ડોગરા
રિદ્ધિ ડોગરા હવે ‘લકડબગ્ઘા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું હતું. તે વેબ શો ‘અસુર’માં પણ જોવા મળી હતી. જોકે હવે તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ‘લકડબગ્ઘા’ની સ્ટોરી એક ઑર્ડિનરી વ્યક્તિના એક્સ્ટ્રાઑર્ડિનરી મિશન વિશે છે. તે ગેરકાયદેસર ઍનિમલના ટ્રેડિંગ વિશે ફાઇટ કરતો હોય છે. આ વિશે વાત કરતાં રિદ્ધિએ કહ્યું કે ‘આ ફિલ્મ મારા માટે ઘણીબધી રીતે સ્પેશ્યલ છે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે. કન્ટેન્ટની સાથે મસાલા પણ હોય એવી સ્ટોરી તમને રોજ જોવા નથી મળતી. આ ફિલ્મની સ્ટોરી ઍનિમલ સાથે થતી ક્રૂરતા અને એમની લાઇફ વિશે છે. આથી જ મેં મારા બૉલીવુડ ડેબ્યુ માટે આ ફિલ્મને પસંદ કરી છે. બીજી વાત એ કે આ ફિલ્મમાં મને ઍક્શન કરવા પણ મળી છે અને મારું પાત્ર જોરદાર છે.’
આ ફિલ્મને વિક્ટર મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. એમાં રિદ્ધિની સાથે અંશુમન ઝા, પરેશ પાહુજા અને મિલિંદ સોમણ પણ જોવા મળશે. આ ફિલ્મને ફર્સ્ટ રે ફિલ્મ્સ અને ગોલ્ડન રેશિયો ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


