‘દેવા’નું પહેલું શેડ્યુલ પૂ રું કર્યું શાહિદ કપૂર અને પૂજા હેગડેએ; અને વધુ સમાચાર
સઈ માંજરેકર
ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સ સાથે આજે બર્થ-ડે સેલિબ્રેટ કરશે સઈ માંજરેકર
સઈ માંજરેકર આજે તેનો બાવીસમો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. આ સ્પેશ્યલ ડેને તે તેની ફૅમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરવાની છે. તે ગુરુ રંધાવા સાથે ‘કુછ ખટ્ટા હો જાયે’ તેમ જ અજય દેવગન અને તબુ સાથે ‘ઔરોં મેં કહાં દમ થા’માં દેખાવાની છે. બર્થ-ડે પ્લાન વિશે સઈ માંજરેકરે કહ્યું કે ‘હું મારા બાવીસમા બર્થ-ડેને લઈને એક્સાઇટેડ છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હું મારા ઘરે મારા બાળપણના ક્લોઝ ફ્રેન્ડ્સ, કઝિન્સ અને ફૅમિલી સાથે સેલિબ્રેટ કરવાની છું. દર વર્ષે અમે એક જ ગીત સાંભળીએ છીએ, એક જ ફૂડ ખાઈએ છીએ, એકસરખાં ગીતો પર ડાન્સ કરીએ છીએ અને એક જ ગેમ રમીએ છીએ. એટલે અમારા માટે એ પરંપરા બની ગઈ છે. આવું હું નાનપણથી કરતી આવી છું. આ વર્ષે પણ એવું જ થવાનું છે અને સેલિબ્રેશનને લઈને હું ઉત્સુક છું.’
ADVERTISEMENT
‘દેવા’નું પહેલું શેડ્યુલ પૂરું કર્યું શાહિદ કપૂર અને પૂજા હેગડેએ
શાહિદ કપૂર અને પૂજા હેગડેએ તેમની ફિલ્મ ‘દેવા’નું પહેલું શેડ્યુલ પૂરું કરી લીધું છે. મલયાલમ ફિલ્મોના ડિરેક્ટર રોશન ઍન્ડ્રુઝ આ ફિલ્મને ડિરેક્ટ કરે છે. આ ફિલ્મને સિદ્ધાર્થ રૉય કપૂર અને ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરે છે. ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું થવાની માહિતી મેકર્સે આપી છે. હવે ૨૦૨૪માં એનું બીજું શેડ્યુલ શરૂ થશે. આ ફિલ્મની સ્ટોરી એક બ્રિલ્યન્ટ પરંતુ એક રિબેલિયસ એવા પોલીસ-ઑફિસરની સ્ટોરી છે. તે અનેક અપરાધને ઉઘાડા પાડે છે. આ ફિલ્મ આવતા વર્ષે દશેરા દરમ્યાન ૧૧ ઑક્ટોબરે રિલીઝ થશે.
શાહરુખ અને રણબીરને ટક્કર આપી પ્રભાસે : ‘સલાર’એ પહેલા દિવસે ભારતમાં કર્યો ૯૫ કરોડનો બિઝનેસ
પ્રભાસની ‘સલાર : પાર્ટ 1 – સીઝફાયર’ શુક્રવારે રિલીઝ થતાં બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે શાહરુખ ખાન અને રણબીર કપૂરની ફિલ્મોના પહેલા દિવસનાં કલેક્શનને પણ પાછળ છોડી દીધાં છે. ‘સલાર’ને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ લીડ રોલમાં છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે. આ ત્રણેય ભાષાના ભારતના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે ૯૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે. એ પોતાનામાં જ એક રૅકોર્ડ છે. આથી એ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. આ વર્ષે રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’એ પહેલા દિવસે ૫૭ કરોડ અને તેની ‘જવાન’એ ૭૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. રણબીર કપૂરની ‘ઍનિમલ’એ પહેલા દિવસે ૬૩ કરોડનું કલેક્શન કર્યું હતું. આમ પ્રભાસે કલેક્શનની દૃષ્ટિએ શાહરુખ અને રણબીરની ફિલ્મોને પછાડી છે. સાથે જ વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો ‘સલાર’એ ૧૭૮.૭ કરોડનો બિઝનેસ કર્યો છે. વીક-એન્ડમાં આ કલેક્શનમાં ધરખમ વધારો થશે એમાં કોઈ બેમત નથી. બીજા દિવસે 20 કરોડ રૂપિયાના બિઝનેસ સાથે શાહરુખ ખાનની ‘ડંકી’એ કર્યો ટોટલ ૫૦ કરોડનો બિઝનેસ
લવ ઇઝ ઇન ધ ઍર
પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ તેમના ફોટોમાં રોમૅન્ટિક મૂડમાં દેખાયાં હતાં. આ બન્ને તેમના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતાં દેખાયાં હતાં. એના ફોટો પ્રિયંકાએ શૅર કર્યા છે. એક ફોટોમાં પ્રિયંકા તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે મસ્તીના મૂડમાં છે. પ્રિયંકાએ નિક સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો હતો, એમાં તેણે વાઇટ ગાઉન પહેર્યો હતો. તે નિકના ખોળામાં બેઠી છે અને નિક બ્લૅક આઉટફિટમાં છે.
મિરર ઑન ધ વૉલ
દિશા પાટણી અને મૌની રૉય હાલમાં બીચ વેકેશન માણી રહી છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં અક્ષયકુમારની અમેરિકાની ટૂર પર મળી હતી. ત્યાર બાદ બન્ને સારી ફ્રેન્ડ બની ગઈ છે. તેમની દોસ્તી એટલી સારી થઈ ગઈ છે કે બન્ને ઘણી વાર સાથે વેકેશન પર જતી રહે છે. બન્ને હાલમાં બીચ વેકેશન પર ગઈ છે અને એના ફોટો મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોમાં બન્ને બિકિનીમાં જોવા મળી રહી છે.

