મારી સ્ટોરીમાં મને પૂરેપૂરી ખાતરી આવે ત્યાર બાદ જ હું એની ફિલ્મ બનાવું છું. હું હંમેશાં આર્ટ અને કમર્શિયલ સિનેમા વચ્ચે બૅલૅન્સ જાળવી રાખવાની કોશિશ કરું છું.
મધુર ભંડારકર
મધુર ભંડારકરનું કહેવું છે કે હંમેશાં સારી ફિલ્મ બનાવવા માટે પહેલાં તમારી પાસે સારી સ્ક્રિપ્ટ છે કે નહીં એની ખાતરી હોવી જરૂરી છે. ગોવામાં યોજાઈ રહેલા બાવનમા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં રવિવારે ‘માસ્ટરક્લાસ ઑન ફિલ્મમેકિંગ’ સેગમેન્ટમાં મધુર ભંડારકરે હાજરી આપી હતી. આ વિશે મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘મારી ફિલ્મોના કન્સેપ્ટનું મૂળ હંમેશાં મારી અંદરથી નીકળે છે. મને મારામાં અને મારી સ્ટોરીઝમાં વિશ્વાસ છે. મારી સ્ટોરીમાં મને પૂરેપૂરી ખાતરી આવે ત્યાર બાદ જ હું એની ફિલ્મ બનાવું છું. હું હંમેશાં આર્ટ અને કમર્શિયલ સિનેમા વચ્ચે બૅલૅન્સ જાળવી રાખવાની કોશિશ કરું છું. રિયલિસ્ટિક વિષય પર ફિલ્મો બનાવી એને એન્ગેજિંગ બનાવવી એ જ મારો ઉદ્દેશ હોય છે.’

