સલમાન ખાન Y પ્લસ સિક્યૉરિટીના કાફલા સાથે બહાર નીકળે છે. તેને ધમકીઓ મળતી હોવાથી તેની સલામતી-વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
સલમાન ખાન
સલમાન ખાન Y પ્લસ સિક્યૉરિટીના કાફલા સાથે બહાર નીકળે છે. તેને ધમકીઓ મળતી હોવાથી તેની સલામતી-વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં તે હાજરી આપવા ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. બ્લૅક આઉટફિટમાં સલમાનનો દબંગ અંદાજ જોવા મળ્યો હતો. એ દરમ્યાન એક ફૅન આટલા કાફલાની વચ્ચે તેની નજીક જવાનો પ્રયાસ કરે છે એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે તેના સિક્યૉરિટી એ ફૅનને ધક્કો મારીને બાજુમાં કરે છે. એ ફૅનના હાથમાં ફૂલ છે. આ વિડિયો જોઈને લોકો એના પર કમેન્ટ કરે છે. કોઈએ કહ્યું કે આ બિશ્નોઈનો ડર છે. આ માત્ર ડર છે, બીજું કાંઈ નહીં. તો કેટલાક સલમાનના લુકની પ્રશંસા કરે છે.


