આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સેલિબ્રિટીઝે યોગ કરવાનો આપ્યો સંદેશ
૨૧ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ગઈ કાલે અનેક બૉલીવુડ સેલિબ્રિટીઝે ઘરમાં રહીને યોગ કર્યા હતા અને લોકોને પણ યોગ કરવાની સલાહ આપી હતી. યોગ કરતા ફોટો સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. ચાલો જોઈએ કોણે શું કહ્યું...
હું બધાની જેમ જ વિચારતી હતી કે યોગ એટલે આપણા પૂરા શરીરને મરોડીને એક જટીલ સ્થિતિમાં મૂકવાનું છે. જોકે મને મુનમુને જણાવ્યું કે એવું નથી. યોગ મૅટ પર દરરોજ થોડી મિનિટ બેસવું. દિમાગમાં ભલે ગમે એવા વિચારો ચાલતા હોય, પરંતુ ધ્યાનમગ્ન થવું જોઈએ. એનાથી તમારા શરીર અને દિમાગને ઘણા લાભ થશે. મેડિટેશન એટલે ઉપાસના યોગ છે. એક અદ્ભુત સંયોગ કહી શકાય કે આજે ઇન્ટરનૅશનલ યોગ ડેની સાથે જ સૂર્યગ્રહણ પણ છે. ગ્રહણમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવાની પ્રથા છે. એથી એ વાતની ખાતરી રાખજો કે તમે ભલે થોડી મિનિટો માટે પણ ધ્યાન કરજો.
ADVERTISEMENT
- તાપસી પન્નુ
જો તમે બહાર ન જઈ શકો તો પોતાના અંતરાત્માને ઓળખો.
- અનુપમ ખેર
આયુષ મિનિસ્ટ્રી તરફથી આ સંદેશ આપવાની મને ખુશી છે. તેમણે જણાવ્યું છે કે ‘યોગ ફ્રૉમ હોમ, યોગ વિથ ફૅમિલી’. ચાલો યોગ કરીએ અને ખુશી ફેલાવીએ.
- મિલિંદ સોમણ

