પ્રખ્યાત અભિનેતા અને જાણીતા ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક (Satish Kaushik Demise)નું નિધન થયું છે. આ દુખદ સમાચાર અભિનેતા અનુપમ ખેરે આપ્યા હતા, જેઓ તેમના નજીકના મિત્ર માનવામાં આવે છે. અભિનેતાએ એક ટ્વિટ કર્યું. તેણે લખ્યું, "હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે. પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો હોઉં ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર આટલું અચાનક પૂર્ણવિરામ. તમારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે સતીશ! ઓમ શાંતિ". અનુપમ સિવાય કંગના રનૌત, અરબાઝ ખાન, મધુર ભંડારકર, મનોજ બાજપેયી અને અભિષેક બચ્ચન સહિતના સ્ટાર્સે સતીશ કૌશિકના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. માત્ર એક્ટિંગ જ નહીં આ કામમાં પણ પાવરધા હતા સતીશ કૌશિક, જાણો કેટલાક તથ્યો
09 March, 2023 10:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent