તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે
પ્રતીક ગાંધી
પ્રતીક ગાંધીનું માનવું છે કે થિયેટરમાં કામ કરવાથી તે વિનમ્ર બનીને રહે છે. તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે. તે આજે ફિલ્મો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર સક્રિય છે. થિયેટર પ્રત્યેના પ્રેમ વિશે પ્રતીક કહે છે, ‘એક ઍક્ટરને થિયેટર પાસેથી ઘણુંબધું મળે છે. કલાકારના આત્માને એ પોષણ આપે છે, તેની કળાને મજબૂત બનાવે છે અને સ્ટેજ પર રિટેક્સ ન હોવાથી તેને સ્પૉન્ટેનિયસ બનાવે છે. થિયેટર મૂળ છે. એ ન માત્ર તમને વિનમ્ર બનાવે છે, સાથે જ તમારી જાતને નિખારે પણ છે. થિયેટર સૌથી વધુ ધનવાન માધ્યમ હોવું જોઈતું હતું. જો લોકો ફિલ્મ જોવા માટે પાંચસો રૂપિયા ખર્ચી શકે છે તો પછી નાટક જોવા માટે દોઢ હજાર રૂપિયા ખર્ચ કરવાની તેમની ઇચ્છા હોવી જોઈએ.’

