Song Malhari: ‘બાજીરાવ મસ્તાની’નું ખૂબ જ લોકપ્રિય થયેલ સોન્ગ ગીત ‘મલ્હારી’ માર્વલની ‘વ્હોટ ઈફ...?’ સીઝન 3માં રીક્રિએટ કરવામાં આવ્યું છે
બાજીરાવ મસ્તાની પોસ્ટર અને સંજય લીલા ભણસાલીની ફાઇલ તસવીર
સંજય લીલા ભણસાલીનું નામ હવે ભારતીય સિનેમાના ફિલ્મમેકર્સમાં આગવું સ્થાન ધરાવે છે. ખાસ તો તેઓ વિશ્વભરના દર્શકો માટે ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવતા આવ્યા છે. આ જ કારણોસર તેમનાં કામે અને તેઓની મોટા સ્કેલની ફિલ્મોએ આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. તમને જાણીએ આનંદ થશે કે હવે સંજય લીલા ભણસાલીની અનેક ભવ્ય ફિલ્મોમાંથી એક એવી ‘બાજીરાવ મસ્તાની’નું ખૂબ જ લોકપ્રિય થયેલ સોન્ગ ગીત ‘મલ્હારી’ (song Malhari) માર્કલની ‘વ્હોટ ઈફ...?’ સીઝન 3માં રીક્રિએટ કરવામાં આવ્યું છે, જે માર્વલ ફેન્સ માટે ખૂબ જ આનંદની વાત છે.
અહીં સીઝનના બીજા એપિસોડમાં બતાવવામાં આવેલું સીન છે. તેમાં કુમૈલ નાંજિયાની પોતાના પાત્ર કિંગોને લઈને ફરી આવે છે. જે ભારતીય મૂળનો સુપરહીરો અને એક બોલીવુડ સુપરસ્ટાર છે. હવે આપણે વાત કરીએ ‘મલ્હારી’ આ સોન્ગ વિષે. આ સોન્ગ વર્ષ 2015માં સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં રણવીર સિંહ પર ફિલ્માવવામાં આવ્યું હતું. અને હા આ હાઈ એનર્જી સોન્ગ હવે રીક્રિએટ થઈને આપણી સામે છે.
ADVERTISEMENT
View this post on Instagram
‘વ્હોટ ઈફ...?’માં આ સોન્ગ (song Malhari)નું રીક્રિએશન એ તો માર્વલની અનોખી સ્ટોરી કહેવાની સ્ટાઈલને ભણસાલીના સુંદર સંગીત સાથે સરસ રીતે ગૂંથાઈને રજૂ થનાર છે. આ એનર્જીથી ભરપૂર સોન્ગ ફેન્સને જકડી રાખે છે. અને ચાહકોએ પણ આ સીનને ખૂબ જ પ્રેમઆપ્યો છે. એની પાછળનું કારણ એટલું જ કે આ સોન્ગ ભારતીય સિનેમા પ્રત્યે સન્માન અને સત્યતાને રજૂ કરે છે. કુમૈલ નાંજિયાનીનો એનિમેટેડ કિંગો જબરદસ્ત ડાન્સ કરે છે. બેશક, ક્લાસિક બોલીવુડ કોરિયોગ્રાફીની આપણને યાદ આવી જાય છે.
તમને એ પણ કહી દઈએ કે માર્કલે તેની કથાઓમાં આ રીતનું સાંસ્કૃતિક મિશ્રણ રજૂ કર્યું હોય, તે કઈં પહેલીવારનું નથી. એમાંય હવે ‘મલ્હારી’ જેવા આઈકૉનિક બોલીવુડ સોન્ગ (song Malhari)ને રીક્રિએટ કરવું એ તો એનાં રિપ્રેઝેન્ટેશનને નવી જ ઊંચાઈ બક્ષે છે. જ્યારે પોતાનું પ્રિય બોલીવુડ સોન્ગ આ રીતે માર્કલ યુનિવર્સમાં દેખાય ત્યારે અનેક ઇંડિયન ફેન્સ માટે આ ગૌરવ અને રોમાંચની ક્ષણ રહી હતી.
આ સાથે જ તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટેનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. હવે એ તો જોવું જ રહ્યું કે સંજય લીલા ભણસાલી અને રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અને વિક્કી કૌશલ જેવા ટેલેન્ટેડ સ્ટારની ત્રિપુટી એક સાથે કઇ રીતે મોટા પડદા પર આવે છે. આ ફિલ્મ 20 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની છે.
માર્વેલ અને બોલિવૂડનું આ કોમ્બિનેશન (song Malhari) વિકસી રહેલા આ બંને ઉદ્યોગની અસરને દર્શાવે છે. એપિસોડ ‘વ્હોટ ઈફ...?’ બોલિવૂડ મ્યુઝિકલ્સની ભવ્યતા તો દર્શાવે જ છે સાથે તેના અગાઉના મ્યુઝિક કરતાં એક ડગલું આગળ હોવાનું પણ સાબિત કરી આપે છે.