Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિંઘમ કે લિએ ઉનકો પૂરી ટ્રેઇનિંગ મૈંને હી દી હૈ

સિંઘમ કે લિએ ઉનકો પૂરી ટ્રેઇનિંગ મૈંને હી દી હૈ

Published : 25 October, 2024 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દો પત્તીના પોલીસ-ઑફિસરના રોલ માટે તમે સિંઘમ અજય દેવગન પાસેથી કોઈ ટિપ્સ લીધી હતી? કપિલ શર્માના આ સવાલના જવાબમાં કાજોલે કહ્યું...

કાજોલ

કાજોલ


આજે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘દો પત્તી’માં કાજોલ પોલીસ-ઑફિસરની ભૂમિકામાં છે. આ ફિલ્મની પ્રોડ્યુસર ક્રિતી સૅનન છે અને તે એમાં ડબલ રોલ પણ ભજવી રહી છે. કાજોલ અને ક્રિતી સાથે ‘દો પત્તી’માં શાહીર શેખ પણ છે. આ ત્રણેય કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં મહેમાન બનીને ગયાં હતાં. આ એપિસોડની એક ક્લિપ ‌સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે જેમાં કપિલ શર્માના સવાલનો કાજોલ જબરદસ્ત જવાબ આપતી જોવા મળે છે.


‘દો પત્તી’માં કાજોલ પોલીસ બની છે એટલે કપિલે તેને સવાલ પૂછ્યો કે તમે શું પોલીસની ભૂમિકા ભજવવા હસબન્ડ અજય દેવગન પાસેથી કોઈ ટિપ્સ લીધી હતી? અજય દેવગન ‘સિંઘમ’ સિરીઝમાં પોલીસ-ઑફિસર બનવા માટે જાણીતો છે અને આ સિરીઝની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ થોડા દિવસમાં જ આવી રહી છે. એટલે જ કપિલે કાજોલને પૂછ્યું કે તમે અજય પાસેથી કોઈ ટિપ્સ લીધી હતી કે નહીં? આ સવાલના જવાબમાં કાજોલે મસ્તીભર્યો જવાબ આપતાં કહ્યું, ‘બિલકુલ નહીં પૂછા. ક્યોંકિ પૂરી ટ્રેઇનિંગ મૈંને દી હૈ ઉનકો સિંઘમ કે લિએ. ભૂલ ગએ?’



કાજોલ, ક્રિતી સાથે કપિલની મસ્તી


કાજોલે જેમ આ શોમાં મસ્તીભર્યો જવાબ આપ્યો એ જ રીતે કપિલે કાજોલ અને ક્રિતીનો ઑડિયન્સ સમક્ષ પરિચય આપતાં કહ્યું, ‘એક વો હૈં જિનકો મૈં કૉલેજ ટાઇમ સે પસંદ કરતા હૂં, ઔર દૂસરી વો હૈં જો અપને કૉલેજ ટાઇમ સે મુઝે પસંદ કરતી હૈં.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK