સરકાર 3’ને જોઈએ એટલો સારો પ્રતિસાદ નહોતો મળ્યો
આનંદ પંડિત
આનંદ પંડિતનું કહેવું છે કે તેઓ હવે ‘ધ બિગ બુલ 2’ અને ‘સરકાર 4’ને બુક પર આધારિત સ્ટોરી પરથી બનાવશે. ‘સરકાર 3’ને જોઈએ એટલો સારો પ્રતિસાદ નહોતો મળ્યો, પરંતુ હવે એ સિરીઝને આગળ વધારવાનું બીડું આનંદ પંડિત દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. આ સાથે અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ની પણ સીક્વલ બનવા જઈ રહી છે. રિયલ લાઇફ સ્કૅમ પરથી આધારિત આ ફિલ્મની સીક્વલ બનાવવામાં આવશે. આ વિશે વાત કરતાં આનંદ પંડિતે કહ્યું કે ‘અમે સિરિયસલી બે-ત્રણ ફ્રૅન્ચાઇઝી પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા છીએ. અમને આશા છે કે અમે ‘સરકાર 4’ બનાવીશું. અમે ‘ધ બિગ બુલ 2’ બનાવવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમે હાલમાં બુક રાઇટ્સ ખરીદવા માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. અમે આ વિશે હાલમાં જણાવી શકીએ એમ નથી. અભિષેક બચ્ચન સાથે કામ કરવું મને ગમશે, પરંતુ અંતે તો બધું સ્ક્રિપ્ટ પર જ ડિપેન્ડ હોય છે.’


