ભારતની સૌથી ફેમસ અભિનેત્રીઓની કોઈપણ સૂચિ વિદ્યા બાલન (Vidya Balan)નો ઉલ્લેખ કર્યા વિના પૂર્ણ થઈ શકે નહીં. `ભૂલ ભુલૈયા`, `ઈશ્કિયા`થી લઈને ભૂતકાળમાં રજૂ થયેલી `શેરની` અને `જલસા` સુધી, તેણીનો દરેક અભિનય ઉત્તમ અભિનયનું ઉદાહરણ છે. આજે વિદ્યાની પ્રતિભાને કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ દમદાર અભિનેત્રી માટે પહેલી હિન્દી ફિલ્મ મેળવવી એ પોતાનામાં જ અઘરો સંઘર્ષ બની ગયો હતો. અંતે `પરિણીતા`ના દિગ્દર્શક પ્રદીપ સરકારે નિર્માતા વિધુ વિનોદ ચોપરાને એક નાનકડો ફેરફાર સૂચવ્યો, જેના કારણે અનેક ઑડિશનમાં રિજેક્ટ થયેલી અભિનેત્રીને બ્રેક મળ્યો.
01 January, 2024 10:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent