તાહિરા લઈને આવી છે લૉકડાઉન ટેલ્સ
તાહિરા
દેશમાં ચાલી રહેલા લૉકડાઉનને જોતાં તાહિરા કશ્યપ ખુરાના લઈને આવી છે ‘ધ લૉકડાઉન ટેલ્સ વિથ તાહિરા’. ગઈ કાલે મધર્સ ડે નિમિત્તે તાહિરાએ તમામ મમ્મીઓની પ્રશંસા કરી હતી. એ વિશે તાહિરાએ કહ્યું હતું કે ‘આ દિવસ વિશે વિચારતાં જ પહેલો વિચાર મમ્મીનો આવે છે. તેનું સ્થાન હંમેશાં આપણાં દિલમાં ખાસ હોય છે. જોકે જે લોકો પોતાના પિતા સાથે અથવા તો સિંગલ મધર સાથે આ દિવસ સેલિબ્રેટ કરે છે તેમના માટે આ દિવસનું મહત્ત્વ ઘટી નથી જતું. દરેક રિલેશનશિપ અનોખી હોય છે. આ દિવસ તેમના પ્રતિ આભાર વ્યક્ત કરવાનો છે જેમણે આપણો ઉછેર કરીને આપણા જીવનને યોગ્ય આકાર આપ્યો છે. હું દિલથી આ લખી રહી છું. મારું માનવું છે કે લૉકડાઉનમાં આજથી પહેલાં માણસોનું માણસો સાથેનું આવું કનેક્શન કદી પણ નહોતું જોડાયું. આને જ માણસાઈ કહેવાય છે. હંમેશાં આગળ વધવાનો માર્ગ શોધી જ લે છે. આવું જ કંઈક મારી સ્ટોરી સાથે પણ થાય એવી હું આશા રાખું છું.’

