કો-ઍક્ટર સાથેની રીડિંગની ફીલિંગને ઝૂમ કૉલિંગ ન બદલી શકે: તાહિર રાજ ભસીન
તાહિર રાજ ભસીન
તાહિર રાજ ભસીનનું કહેવું છે કે કો-ઍક્ટર સાથે એક રૂમમાં બેસીને કરવામાં આવતા રીડિંગની ફીલિંગને ઝૂમ કૉલિંગ ન બદલી શકે. તે હાલમાં તાપસી પન્નુ સાથે ઝૂમ કૉલિંગ દ્વારા ‘લૂપ લપેટા’નું સ્ક્રિપ્ટ રીડિંગ સેશન કરી રહ્યો છે. તાપસી હાલમાં ‘રશ્મિ રૉકેટ’નું શૂટિંગ કરી રહી છે અને ત્યાર બાદ આવતા મહિને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. કોરોના વાઇરસને કારણે તેઓ વિડિયો કૉલિંગ દ્વારા રિહર્સલ કરી રહ્યા છે. આ સેશન વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું કે અમે આખરે ‘લૂપ લપેટા’નું શૂટિંગ શરૂ કરવાના છીએ. આ એક રોમૅન્ટિક હાઇસ્ટ છે અને એ પણ એક ટ્વિસ્ટ સાથે. આ ફિલ્મ કરવા માટે હું ખૂબ જ આતુર છું. લૉકડાઉન દરમ્યાન હું ફિલ્મની પ્રોસેસમાં સતત ઇન્વૉલ્વ હોવા માગતો હોવાથી પ્રોડક્શન દ્વારા મને સતત ડ્રાફ્ટ મોકલવામાં આવતા હતા. અમારા ડિરેક્ટર આકાશ ભાટિયા અને હું વૉટ્સઍપ અને ઝૂમ દ્વારા સતત ચર્ચા કરતા હતા. અમે જ્યારે ફેસ–ટુ- ફેસ રીડિંગ માટે મળ્યાં ત્યારે એક અલગ જ કનેક્ટ હતું. અમે કોઈ નવી શરૂઆત કરી હોય એવું નહોતું લાગી રહ્યું.’
વિડિયો કૉલ દ્વારા રીડિંગ સેશન ચૅલેન્જિંગ રહ્યું હતું કે નહીં એ વિશે પૂછવામાં આવતાં તાહિરે કહ્યું હતું કે ‘ઝૂમ રીડિંગ દ્વારા અમે અમારા કામ સાથે કનેક્ટ રહી શક્યા હતા. તમારા કો-સ્ટાર સાથે રૂમમાં બેસીને કરવામાં આવતું રીડિંગ અને એનર્જીની આપ-લેની વાત જ અલગ હોય છે, પરંતુ ઝૂમ દ્વારા હું ફિલ્મના
ADVERTISEMENT
પ્રી-પ્રોડક્શનમાં ભાગ લઈ શક્યો હતો.’

