તેણે ફૅશન-ડિઝાઇનર રોહિત વર્માનું કલેક્શન પહેરીને પોતાની અદાથી સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા હતા.
સુશમિતા સેન
સુસ્મિતા સેને મુંબઈમાં ચાલી રહેલા ફૅશન વીકમાં LGBTQIને સપોર્ટ કરતાં રૅમ્પ-વૉક કર્યો હતો. LGBTQI એટલે લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર ઍન્ડ ઇન્ટરસેક્સ છે. તેણે ફૅશન-ડિઝાઇનર રોહિત વર્માનું કલેક્શન પહેરીને પોતાની અદાથી સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા હતા. રોહિતનું માનવું છે કે દરેક સેક્સ્યુઆલિટીનો સ્વીકાર થવો જરૂરી છે. સુસ્મિતા જ્યારે રૅમ્પ પર આવી તો આ કમ્યુનિટીના પ્રતીક સમા રેન્બોને પણ દેખાડવામાં આવ્યું હતું. સાથે જ સુસ્મિતાએ તેની સિરીઝ ‘તાલી’નો આઇકૉનિક પોઝ પણ આપ્યો હતો.

